ઉચ્છલના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. ગઇ તા.૧૬/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઇ પેરોલ ફર્લો સ્કોડ, તાપી, એલ.સી.બી.તાપી/ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજમા હતા અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ. પાસેથી ઉચ્છલ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી-કિરણભાઈ રાજુભાઈ દાને ઉ.વ.૨૦ રહે, સેક્ટર-વી, રૂમ નંબર-૧૨૭ વર્કશોપ કોલોની ઉકાઈ, તા.ઉકાઈ જી.તાપી ને તા.૧૬/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઈ પેરોલ ફર્લો સ્કોડ, તાપી અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો પ્રકાશભાઈ રામાભાઈ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇ, અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
