સ્વચ્છ ભારત મિશન હેઠળ વડપડા પ્ર. ઉમરદા ગામમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બન્યું

0
સ્વચ્છ ભારત મિશન હેઠળ વડપડા પ્ર. ઉમરદા ગામમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બન્યું
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : ૧૬.  તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બની છે. જેના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામો સહિત વડપડા પ્ર. ઉમરદા ખાતે પણ ગામમાં સ્વચ્છતા જાળવી રાખવા અને ઘન કચરાના યોગ્ય નિકાલ અંગે વિશેષ કામગીરી થઈ રહી છે.

 

ગ્રામજનો કચરાને સુકો અને ભીનો એમ બે ભાગમાં વર્ગીકૃત અલગ કરીને, ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા આવતી ઈ-રિક્શા કચરા વાહનમાં નાખી રહ્યા છે. નોંધનીય છે કે, સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય આશય જિલ્લાના પ્રત્યેક ગામને કચરામુક્ત બનાવવું તેમજ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *