દવાની દુકાનોના રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન પણ નાગરિકોને જીવન જરૂરી દવાઓ વિવિધ સ્થળેથી ઉપલબ્ધ થશે : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
All India Organization of Chemists and Druggists-AIOCD દ્વારા જાહેર કરવામાં આવેલ આવતી કાલ તા. ૨૦ મેના રોજ દવાના મેડીકલ સ્ટોર્સના રાષ્ટ્રવ્યાપી બંધના અનુસંધાને જાહેર જનતાને દવાઓ ખરીદવામાં તકલીફ ના પડે અને જીવન જરૂરી દવાઓ સરળતાથી મળી રહે તે અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ આ સ્થળોએથી દવાઓ ઉપલબ્ધ થશે.
તમામ હોસ્પિટલોના સંલંગ્ન મેડીકલ સ્ટોર્સ, પ્રધાનમંત્રી જન ઔષધીના તમામ સ્ટોર્સ તેમજ તમામ સિવિલ હોસ્પિટલ, સી.એચ.સી./પી.એચ.સી.ને સંલંગ્ન મેડીકલના સ્ટોર્સ ખુલ્લા રહેશે.
આ ઉપરાંત ગુજરાતમાં ઉપર જાણાવ્યા સિવાયના ખુલ્લા રહેતા મેડીકલ સ્ટોર્સનું લીસ્ટ નીચે જણાવેલ વેબસાઇટ પર જાહેર જાનતાને મળી રહેશે.
1. XLN – https://xln.gujarat.gov.in
2. DMLA – https://dmla.gujarat.gov.in
વધુમાં જાહેર જનતાને ઇમરજન્સીમાં દવા મેળવવામાં તકલીફ પડે તો જે – તે જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીના મદદનીશ કમિશનરનો સંપર્ક કરી શકે છે. તમામ જિલ્લાના મદદનીશ કમિશનરશ્રીના મોબાઇલ નંબર આ વેબસાઇટ પરથી મળી રહેશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યું છે.
– જીગર બારોટ
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
