તાપી જિલ્લાના નિઝરનો હત્યા કેસ : સેશન્સ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યા
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકામાં વર્ષ ૨૦૨૪માં મોબાઈલ ફોન વેચી દેવા જેવી નજીવી બાબતમાં થયેલી હત્યાના ગુનામાં વ્યારાની સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
આ કેસ ની વિગત અનુસાર નિઝર ગામના ડોડેશ્વર મંદિર ની પાછળ ઝાડ નીચે ફરિયાદી જે આરોપી અશ્વિન પાડવી ના બનેવી થતા હોય તેણે આરોપીની બહેન નો ફોન વેચી દીધો હતો આ બાબતે પૂછપરછ કરતાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, “મોબાઈલ ફોન મારી ઘરવાળીનો છે, હું જે કરું તે, તારે શું કામ છે?”
આવી નજીવી બાબતમા મન દુઃખ રાખીને આરોપી અશ્વિન પડાવીને અને રવિ પાડવી એ એકબીજાની મદદગારી માં હત્યા કરેલ હોવાનું બહાર આવતા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ કેસ વ્યારાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી ટી. આર. દેસાઈ ની કોર્ટ માં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓએ સરકારી વકીલ ની માંગણી કરતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના, LADC ના ડેપ્યુટી ચીફ એલ. એ. ડી. સી., બી. એન. ચૌધરીના ઓ હાજર થયેલ હોય, બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
