પીકઅપ ટેમ્પોમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી, ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી. તાપીના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એસ. ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે “ એક સફેદ કલરની બોલેરો પીકપ નંબર MP-11-ZF-6544 માં શાકભાજીની આડમાં મધ્યપ્રદેશથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને નિઝર, ઉચ્છલ, સોનગઢ થઇ સુરત તરફ જનાર છે” જે બાતમી આધારે ઉચ્છલ સાકરદા બ્રીજ નીચે અલગ અલગ ટીમો બનાવી વોચમા હતા દરમ્યાન બાતમી હકીકતવાળી સફેદ કલરની બોલીરો પીકપ ટેમ્પો નં. MP-11-ZF-6544 માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૧૧૭ કુલ બોટલો/ટીન નંગ-૪૫૬૦ (કુલ લીટર ૧૦૬૫.૧૨૦) જેની કુલ કિં.રૂ. ૮,૭૧,૪૦૪/-નો પ્રોહી મુદ્દામાલ અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૦૨, આશરે કિં.રૂ. ૩૫,૦૦૦/-, તથ વેસ્ટેજ શાકભાજીની થેલી નંગ-૩૦ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ. ૧૧,૫૬,૪૦૪/-ના પ્રોહિ મુદ્દામાલ સાથે ચાલક (૧) લોકેશ ગિરધારી માલીવાડ ઉ.વ.૨૫ રહે-સોડપુર તા.પ્રિતમપુર જી.ધાર મધ્ય પ્રદેશ તથા કિલનર – (૨) મોતીયા નાનસીંગ ગીરવાલ ઉ.વ.૧૯ રહે-કછાલ તા.પ્રિતમપુર જી.ધાર મધ્ય પ્રદેશને પ્રોહી મુદામાલ પકડી પાડી અન્ય એક આરોપીને વોંટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરૂધ્માં કકાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપીઓ-
(૧) ચાલક – લોકેશ ગિરધારી માલીવાડ ઉ.વ.૨૫ રહે-સોડપુર તા.પ્રિતમપુર જી.ધાર મધ્ય પ્રદેશ
(૨) કિલનર – મોતીયા નાનસીંગ ગીરવાલ ઉ.વ.૧૯ રહે-કછાલ તા.પ્રિતમપુર જી.ધાર મધ્ય પ્રદેશ
વોન્ટેડ આરોપી –
(૧) પ્રોહી. મુદ્દામાલ ભરાવનાર વોન્ટેડ તહો. શોભારામ રોકડીયા મસ્કરે હાલ રહે-સોડપુર તા.પ્રિતમપુર જી.ધાર તથા બરખેડા તા.પ્રિતમપુર જી.ધાર મધ્યપ્રદેશ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી ASI જગદીશ જોરારામ બિશ્નોઇ, ASI જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, અ.પો.કો. અરુણભાઇ જાલમસીંગ, પેરોલ ફર્લો સ્કોડના ASI આનંદભાઇ ચેમાભાઇ, પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
○○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
