તાપી જિલ્લામાં વાહન માલિકો ધ્યાન આપે : ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનોના પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

0
plate
Contact News Publisher

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 11 :- સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, વ્યારા દ્વારા ફોર-વ્હીલર માટે GJ26 : AB, AE, AK, ટુ-વ્હીલર માટે GJ26 : Q, R, S, AA, AC, AD, AF, AG, AH, AJ અને AL તેમજ GJ26 : T, U આ સિરીઝના ૦૦૦૧ થી ૯૯૯૯ ના ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ કરાશે.

 

અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જઈને સી. એન. એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક ઓનલાઇન ભરવું પડશે. ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઇસ ચૂકવવી પડશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક પ્રક્રિયા એટલે કે અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતોવખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ ના ગુણાંકમાં રહેશે. હરાજી પૂર્ણ થયેથી બિલ્ડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી ‘પ’ દિવસમાં ભરવાની રહેશે.

 

નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૧/૦૫/૨૦૨૬ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૧૩/૦૫/૨૦૨૬ ના સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન ઓકશન થશે, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, વ્યારા-તાપી દ્વારા પ્રાપ્ત એક અખબારી યાદીમાં જણાવાયું છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *