નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી

0
36dfdd42-422a-433c-ade6-ea8f66e9b70a
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  તા. 12 :- હાલમાં મહારાષ્ટ્ર-નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકા ખાતે અત્યંત રોગકારક ઇન્ફ્લુ એન્ઝા વાયરસની પુષ્ટી થયેથી રાજ્યના નજીકના તાપી જિલ્લાના ઉચ્છલ તથા નિઝર તાલુકામાં એવિયન ઇન્ફ્લુ એન્ઝા વાયરસ દ્વારા બર્ડ ફ્લુનો રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાવવાની શક્યતા રહેલ છે. જેને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, સર્વેલન્સ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઈપણ પ્રવૃત્તિ જેવી કે ઇંડા, મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પ્રતિબંધ રહેશે.

૧ થી ૧૦ કિમીના સર્વેલન્સ વિસ્તારમાં પોલ્ટ્રી સાથે કામ કરતા માણસોએ બેસ, માસ્ક, મોજા, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ જેવા રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. ઉક્ત વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવર જવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે. અન્યથા પ્રતિબંધિત ગણાશે. ઉક્ત વિસ્તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

અસરગ્રસ્ત વિસ્તારમાંથી મરઘા તેમજ મરઘા પેદાશ પર પ્રવેશબંધી કરવા પગલ લેવાના રહેશે. આ જાહેરનામાની અમલવારી તા. ૧૦.૦૭.૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.હાલમાં મહારાષ્ટ્ર-નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકા ખાતે અત્યંત રોગકારક ઇન્ફ્લુ એન્ઝા વાયરસની પુષ્ટી થયેથી રાજ્યના નજીકના તાપી જિલ્લાના ઉચ્છલ તથા નિઝર તાલુકામાં એવિયન ઇન્ફ્લુ એન્ઝા વાયરસ દ્વારા બર્ડ ફ્લુનો રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાવવાની શક્યતા રહેલ છે. જેને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, સર્વેલન્સ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઈપણ પ્રવૃત્તિ જેવી કે ઇંડા, મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પ્રતિબંધ રહેશે.

૧ થી ૧૦ કિમીના સર્વેલન્સ વિસ્તારમાં પોલ્ટ્રી સાથે કામ કરતા માણસોએ બેસ, માસ્ક, મોજા, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ જેવા રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. ઉક્ત વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવર જવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે. અન્યથા પ્રતિબંધિત ગણાશે. ઉક્ત વિસ્તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

અસરગ્રસ્ત વિસ્તારમાંથી મરઘા તેમજ મરઘા પેદાશ પર પ્રવેશબંધી કરવા પગલ લેવાના રહેશે. આ જાહેરનામાની અમલવારી તા. ૧૦.૦૭.૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *