તાપી જિલ્લા ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની સમીક્ષા બેઠક
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11 :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સોમવારે ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ત્રીજા ક્વાર્ટરની ગવર્નીંગ બોડીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગે સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લાની આરોગ્ય સેવાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જિલ્લામાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા, નોંધાતા દર્દીઓની સંખ્યા, ઉપલબ્ધ સારવાર અને પ્રસૂતિની સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને માતા-બાળ મરણના દરને અટકાવવા અને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકતા કલેક્ટરશ્રીએ અત્યાર સુધીની કામગીરીનું માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું હતું.
આ તકે તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોને જરૂરી માર્ગદર્શન આપી સેવાની ગુણવત્તા સુધારવા માટે કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
વધુમાં, તેમણે સંચારી રોગચાળાની સ્થિતિ તથા જિલ્લામાં ટીબીના કેસો, તેના નિદાન અને સારવાર અંગેની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. ખાસ કરીને ‘નિક્ષય મિત્ર’ યોજના અંતર્ગત થયેલી પ્રગતિની સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ ટીબી મુક્ત જિલ્લાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, QAMO ડૉ. કે.ટી. ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા સહિત આરોગ્ય તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
