ઉચ્છલમાં ‘સ્વીપ’ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું

0
IMG-20260422-WA0007
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026

અધિકારીઓ અને શિક્ષકોએ સહી ઝુંબેશમાં જોડાઈને મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશ પાઠવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.22 :- તાપી જિલ્લામાં આગામી તા.26મી એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્ર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા મતદારોને જાગૃત કરવા માટે વિવિધ ‘સ્વીપ’ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ, હાટબજાર અને જાહેર સ્થળોએ આયોજિત ‘સિગ્નેચર કેમ્પેઇન’માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વર્ષાબેન વસાવા, ઉચ્છલ તાલુકા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત સહિત વિવિધ અધિકારીઓ, બી.આર.સી., સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે એક ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ પણ સહી ઝુંબેશમાં ભાગ લઈ પ્રત્યેક મતદારને અચૂક મતદાન કરવા માટે પ્રેરક અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉભા કરવામાં આવેલા ખાસ બેનર પર “મતદાર જાગૃતિ કાર્યક્રમ, જિલ્લો તાપી : અમે તૈયાર છીએ, તમે તૈયાર છો?” ના સ્લોગન હેઠળ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને શિક્ષકોએ હસ્તાક્ષર કરી પોતે મતદાન કરશે તથા અન્યને પણ પ્રેરિત કરશે તેવા સંકલ્પ સાથે જનજાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *