સ્યાદલા ગામનાં વતની કિરીટ પટેલની સાયણની જીવનરક્ષા હોસ્પિટલનાં ટ્રસ્ટી મંડળમાં મંત્રી તરીકે નિયુક્તિ

0
સ્યાદલા ગામનાં વતની કિરીટ પટેલની સાયણની જીવનરક્ષા હોસ્પિટલનાં ટ્રસ્ટી મંડળમાં મંત્રી તરીકે નિયુક્તિ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૪. શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. (સાયણ સુગર ફેકટરી) દ્વારા સંચાલિત શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરીટેબલ ટ્રસ્ટ (જીવનરક્ષા હોસ્પિટલ), સાયણનાં ટ્રસ્ટી મંડળમાં મંત્રી તરીકે સ્યાદલા ગામનાં વતની કિરીટભાઈ જયંતિલાલ પટેલની નિમણૂક થવા બદલ સર્વત્ર આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે.

કિરીટભાઈ પટેલ એક અનુભવી, સેવાભાવી અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા આગેવાન છે. સહકારી ક્ષેત્રે અને સમાજ સેવાનાં ક્ષેત્રે તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેમની આ નવી જવાબદારીથી સંસ્થાને તેમનાં અનુભવ અને માર્ગદર્શનનો લાભ મળશે અને જીવનરક્ષા હોસ્પિટલ દ્વારા થતાં સમાજસેવાનાં કાર્યોને નવી દિશા અને વેગ મળશે તેવો સૌને વિશ્વાસ છે. તેમની આ નિયુક્તિ બદલ સાયણ સુગર પરિવાર, સહકારી આગેવાનો, મિત્રો અને શુભેચ્છકોએ તેમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની નવી જવાબદારી સફળ અને યશસ્વી બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *