તાપી જિલ્લામાં ૨૬મી એપ્રિલે ૫.૭૦ લાખથી વધુ મતદારો ઉજવશે લોકશાહીનો પર્વ

0
elec
Contact News Publisher

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા ૧૫,૫૬૨ વધારે 

વ્યારા તાલુકા હેઠળની પાંચ બેઠકો પર સૌથી વધુ ૧,૦૭,૩૯૫ મતદારો

—  

જિલ્લા પંચાયતની ડોલવણ બેઠકમાં સૌથી વધુ ૨૭,૭૦૨ મતદારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 22 :- તાપી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 ને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ જિલ્લાના કુલ ૨૬ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર મતદાન થનાર છે. જ્યાં જિલ્લાનાં કુલ ૫,૭૦,૭૧૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

રસપ્રદ બાબત એ છે કે, જિલ્લામાં મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. કુલ મતદારોમાં ૨,૭૭,૫૭૮ પુરુષો સામે ૨,૯૩,૧૪૦ મહિલા મતદારો નોંધાયા છે. એટલે કે ૧૫,૫૬૨ જેટલી વધુ મહિલા મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે.

તાલુકાવાર આંકડાઓમાં વ્યારા તાલુકો સૌથી આગળ છે. વ્યારા તાલુકા હેઠળ આવતી બોરખડી, કાનપુરા, કરંજવેલ, કેળકુઈ અને ઉંચામાળાની ૫ બેઠકોમાં કુલ ૧,૦૭,૩૯૫ મતદારો નોંધાયા છે. ત્યારબાદ સોનગઢ તાલુકાની આમલગુંડી, ડોસવાડા, રાણીઆંબા અને ટોકરવા-સેગુપડા કુલ ૪ બેઠકોમાં ૮૪,૧૨૭ મતદારો, ઉચ્છલ તાલુકાની મોહિની, ઉચ્છલ અને વડપાડાનેસુ ૩ બેઠકોમાં ૭૪,૧૧૨ મતદારો અને ડોલવણ તાલુકાની ગડત, પાટી અને ડોલવણની ૩ બેઠકોમાં ૭૩,૯૨૮ મતદારો છે.

ઉકાઈ વિસ્તારની ધજાંબા, ગુણસદા અને સાતકાશી એમ ૩ બેઠકોમાં ૬૭,૫૬૦, વાલોડ તાલુકાની કમાલછોડ, વાલોડ અને બુહારી એમ ૩ બેઠકોમાં ૬૨,૫૪૧, નિઝર તાલુકાની નિઝર, શાલે અને વેલદા ૩ બેઠકોમાં ૫૪,૫૯૨, જ્યારે કુકરમુંડા તાલુકાની મોરંબા અને ફુલવાડી ૨ બેઠકોમાં ૪૬,૪૬૩ મતદારો નોંધાયા છે.

નોંધનીય છે કે, તાપી જિલ્લા પંચાયતની સૌથી મોટી બેઠક ડોલવણ છે, જ્યાં કુલ ૨૭,૭૦૨ મતદારો નોંધાયેલા છે. જ્યારે મોહિની, ડોસવાડાગામ, કુલવડા, પાટી જેવી બેઠકોમાં પણ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. તેવી જ રીતે ૨૬ વેલદા બેઠક પર સૌથી ઓછા ૧૭૭૪૩ મતદારો નોંધાયા છે.

તાલુકા પંચાયત તથા તાલુકાવાર વિગતો પ્રમાણે વ્યારા તાલુકા પંચાયત ૨૦ બેઠકો અને સૌથી વધુ ૧,૦૭,૩૯૫ મતદારો સાથે મોખરે છે. જ્યારે સોનગઢમાં ૧૮ બેઠકો પર ૮૪,૧૨૭ અને ઉચ્છલમાં ૧૬ બેઠકો પર ૭૪,૧૧૨ મતદારો નોંધાયા છે. આ ઉપરાંત ડોલવણ ૭૩,૯૨૮, ઉકાઈ ૬૭,૫૬૦, વાલોડ ૬૨,૫૪૧, નિઝર ૫૪,૫૯૨ અને કુકરમુંડામાં ૧૬ બેઠકો પર ૪૬,૪૬૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે, તા. ૨૬ એપ્રિલે સવારે ૬ કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થશે, ત્યારે મતદારોએ પોતાના નજીકના મતદાન મથકે જઈ ઉત્સાહપૂર્વક મતદાન કરે. તમામ ૨૬ બેઠકો પર શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે મતદાન સંપન્ન થાય તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other