મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધતા તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી 

0
મતદાર યાદી ગુજરાત
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩ :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લામાં મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી માટે પાત્ર ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી.

 

આ તકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યુ કે, ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની સૂચના અનુસાર SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા/પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકોની નોંધણી માટે વિશેષ ઝુંબેશનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ઉમેર્યુ કે, જિલ્લામાં સમાવિષ્ટ સર્વે વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૧/૧૦/૨૦૨૬ થી સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

 

તેમણે કહ્યુ કે, જિલ્લામાં સમાવિષ્ટ સર્વે વિધાનસભા મતદાર વિભાગમાં તા.૧૧/૧૦/૨૦૨૬ (રવિવાર), તા.૧૮/૧૦/૨૦૨૬ (રવિવાર), તા.૨૫/૧૦/૨૦૨૬ (રવિવાર) તથા તા.૦૧/૧૧/૨૦૨૬ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં આવેલ છે. જે સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળ ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી હાજર રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકાર કરવાની કામગીરી હાથ ધરશે.

 

તેમણે ઉમેર્યુ કે, મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા/પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા નાગરિકો સંબંધિત મતદાન મથકે હાજર રહી જરૂરી પુરાવા સાથે બુથ લેવલ અધિકારી સમક્ષ હક દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકે છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત નોન SIR સમયગાળા માટે “મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦” અનુસાર નિયત ફોર્મ્સ ઉપયોગમાં લેવાના રહેશે.

 

પત્રકાર પરિષદમાં તેમણે યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવવા તથા તેના પ્રચાર-પ્રસારમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *