પ્રેમસંબંધમાં અંધ બનેલી યુવતી 4 વર્ષની દિકરીને મૂકી પ્રેમી સાથે રહેવા ના દેતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર યુવતીને આશ્રય અને પરામર્શ થકી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી દ્વારા એકજ સ્થળેથી હિંસા પીડિત મહિલાને મદદ પુરી પાડવાની સરકારની યોજનાને સફળ બનાવવા માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી મુશકેલી મુકાયેલી મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે તાજેતર માં તાપી જિલ્લાના વ્યારા તાલુકા ના એક ગામ ની યુવતી અજાણ્યા યુવક સાથે એક વર્ષથી સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ દ્રારા સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ તેઓ તેમની સાથે પ્રેમસંબંધમાં આવ્યા બાદ યુવતીને અજાણ્યા યુવક અવારનવાર મળવા માટે બોલાવતા હતા અને યુવતી તેમને મળવા માટે જતાં યુવતી તેમના પ્રેમજાળ માં ફસાતી ગઈ અને તેમને યુવક સાથે જીવવાનું નક્કી કરી લીધું એ યુવતી પ્રેમસંબંધમાં એટલા આંધળા બન્યા કે તેમના પહેલા પતિ દ્રારા સંતાનમાં એક દિકરીને જન્મ આપેલ જેની ઉમર હાલમાં 4 વર્ષ ની હોય જેમને છોડીને તેઓ પ્રેમી સાથે ભાગવા માંગતા હતા તેની જાણ તેમના માતા પિતા અને પતિને થતાં તેઓ ગભરાયને આત્મહત્યા નો પ્રયાસ કરતા યુવતીના મામા દ્રારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન ને ફોન કરી મદદ માટે બોલાવેલ અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ ટીમ દ્રારા યુવતીને આશ્રય અને વધુ પરામર્શની જરૂર જણાતા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે લાવવામાં આવેલ.
તે દરમ્યાન યુવતી અત્યંત નિરાશ અને પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાત કરવા તૈયાર ન હતા ત્યારે સેન્ટર ના સ્ટાફ દ્રારા ધીરજ પૂર્વક અને સહાનુભૂતિ પૂર્ણ વ્યવહાર કરવામાં આવતા યુવતીનો વિશ્વાસ કેળવાયો હતો અને કાઉન્સેલીગ દરમ્યાન જાણવા મળેલ કે યુવતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ઝંખવાવ ગામના એક અજાણ્યા યુવક સાથે એક વર્ષથી સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ દ્રારા સંપર્કમાં આવ્યા હતા તેની જાણ માતા-પિતા અને પતિને થતાં તેઓ ગભરાયને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમનું સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને કેસ વર્કર ક્લ્પનાબેન ગામીત દ્રારા યુવતીનું મિત્રતાના ભાવે સહાનુભૂતિ દાખવી તેમનું કાઉન્સેલીગ કરવામાં આવ્યું કાઉન્સેલીગ દરમ્યાન યુવતીને પોતાની ચાર વર્ષની દિકરીનું ભવિષ્ય ખરાબ ન થાય અને ફરીથી પતિ સાથે સુમેળ ભર્યું અને સુખી લગ્ન જીવન જીવી શકે એવું સમજાવતા તેઓ ફરીથી પોતાના પતિ અને દિકરી સાથે પ્રેમીને ભૂલીને સારી રીતે જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આમ યુવતીનું તેમના પરિવાર સાથે સખી વન સ્ટોપ સેન્ટરના ટીમની સુજબૂજ થી પુન:સ્થાપન કરાવવામાં આવ્યું.
આમ મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપી ના જિલ્લા મહિલા અને બાળ આધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ટીમ દ્રારા યુવતીને આત્મહત્યા ના કરવાના વિચારો માંથી પરામર્શ થકી બહાર કાઢી તેમના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવતા તેમના પરિવાર દ્રારા ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો….
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
