અકસ્માત કરી નાસી જનાર આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
અકસ્માત કરી નાસી જનાર આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. ગત તા. 11/11/26 ના રોજ એક અજાણ્યા વાહન ચાલકે સોનગઢની ક્રિષ્ના સ્ટોન કવોરી સામે નેશનલ હાઇવે નં. 53 ઉપર રાત્રિના અગીયાર એક વાગ્યાના સમયે પોતાના કબજાના વાહનને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મરણ જનાર નરેશભાઈ ઉર્ફે નેડાળિયાભાઈ ઉતર્યાભાઈ વસાવા રહે. સાતકાશી ગામ, ટાંકી ફળિયું, તા. સોનગઢ જી. તાપીને અડફેટમાં લઈ મોત નીપજાવી સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો. આ ગુનો ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ અકસ્માત કરીને નાસી જનાર ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર જી.જે. 19 વાય. 6108 ના ચાલક મોહમ્મદ રફીક અબ્દુલ સમદ શેખ, ઉં. વ. 45, રહે. તડકેશ્વર ગામ, તા. અરેઠ, જી. સુરત ને પકડી પાડી આ ગુનો ડિટેક્ટ કરેલ છે. આ કામે આગળની તપાસ એ.સી. ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.

અટક કરેલ આરોપી :

મોહમ્મદ રફીક સમદ શેખ, ઉં. વ. 45, રહે. તડકેશ્વર ગામ, તા. અરેઠ, જી. સુરત.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :

1. એમ. એમ. ગીલાતર, પોલીસ ઇન્સ્પેકટર.

2. PSI એ.સી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર.

3. ASI પ્રવિણભાઇ ભરતભાઇ.

4. ASI માર્મિકભાઇ હરેશભાઇ.

5. PC ગોપાલકુમાર કાળુભાઇ.

6. PC નિતેષભાઈ ચુનિલાલ.

7. PC મિતેષભાઈ દિનેશભાઈ.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *