ઘરેલુ હિંસા અને આપઘાતના દુષ્પ્રેરણના ગુનાના આરોપીઓને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
ઘરેલુ હિંસા અને આપઘાતના દુષ્પ્રેરણના ગુનાના આરોપીઓને પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ પાર્ટ એના ગુના મુજબ ભોગ બનનારને તેના સાસરી પક્ષ દ્વારા “તને રાખવાના પણ નથી અને છૂટાછેડા પણ આપવાના નથી” તેમ કહી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય જેથી ભોગ બનનારે ખેતરમાં નીંદણ મારવા માટે છાંટવાની દવા પી લેતા સારવાર દરમિયાન મરણ જતા. ગુનાના કામે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે આગળની તપાસ કે.ડી. શર્મા પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.

અટક કરેલ આરોપી :

1. અજયભાઈ રામસિંગભાઈ વસાવા, 2. રામસિંગભાઈ મઃજીભાઈ વસાવા બંને રહે. પીપલાપાણી ગામ, ડુંગરી ફળીયું, તા. સાગબારા, જી. નર્મદા.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :

1. એમ. એમ. ગીલાતર, પોલીસ ઇન્સ્પેકટર.

2. કે. ડી. શર્મા, પ્રો. પોલીસ ઇન્સ્પેકટર.

3. ASI પ્રવિણભાઇ ભરતભાઇ.

4. ASI માર્મિકભાઇ હરેશભાઇ.

5. PC ગોપાલકુમાર કાળુભાઇ.

6. PC નિતેષભાઈ ચુનિલાલ.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *