મનોરંજન બેન્કની નોટો આપી બકરા ખરીદી કરી છેતરપીંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
મનોરંજન બેન્કની નોટો આપી બકરા ખરીદી કરી છેતરપીંડીલોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. ગઇ તા.૨૧/૧૧/૨૬ ના રોજ સોનગઢ પો.સ્ટે.મા છેતરપીંડીનો ગુનો દાખલ થયેલ. જે ગુના મુજબ ગઇ તા.૦૨/૧૧/૨૬ ના રોજ સોનગઢના આંબા ગામે, ડુંગરી ફળીયામાં, ટોકરવા થી બેડવાણ ગામ તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ ખાલી જગ્યામાં મ બહેન બકરીઓ ચરાવવા માટે ગયેલ તે વખતે બે અજાણ્યા લોકો મોટર સાયકલ પર આવી બહેનનો સફેદ કલરનો બકરો રૂ.૧૨,૦૦૦/- નો વેચાણ લઇ બહેનને રૂ.૧૨,૦૦૦/- અસલી ચલણી નોટોની જગ્યાએ મનોરંજન બેંકની નોટો આપી બહેન સાથે છેતરપપિંડી કરી ગુનો કરી નાસી ગયેલ.

જે અનડીટેકટ ગુનો શોધી કાઢવા શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ સુચના આપેલ હોય તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ દેવસિંહ એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી આ ગુનાના કામે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસમા હતા તે દરમ્યાન અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ- (૧) પનસાર ગુલાબ ખાટીક (૨) અમીન જબ્બાર કુરેશીને પકડી પાડી પુછપરછ કરતા બે મહિના પહેલા નિઝામપુર ખાતે મો.સા. લઈને જતા હતા ત્યારે ત્યાં રસ્તાની બાજુમાં ૫૦૦-૫૦૦ રૂપિયની  મનોરંજન બેન્કની નોટો પડેલ હોય જેને ઉંચકી લઈ ખિસ્સામાં મુકી દિધેલ હતી અને આશરે વીસેક દિવસ પહેલા બંન્નેએ મોટર સાયકલ લઈને સોનગઢ તાલુકાના આંબા ગામે આવેલ ત્યારે રોડની બાજુમાં એક મોટી ઉંમરના બહેન બકરા ચરાવતા હતા જેની પાસેથી એક સફેદ કલરનો બકરો ૧૨,૦૦૦/- રૂપિયમાં લીધેલ હતો જેને મનોરંજન બેન્કની નોટો ૫૦૦-૫૦૦ રૂપિયાની ૪ નોટો આપી સફેદ બકરો લઈ ગયેલ તેમજ આશરે દસેક દિવસ પહેલા સોનગઢ તાલુકાના પહાડદા ગામે આવેલ ત્યારે રોડની બાજુમાં એક મોટી ઉંમરના બહેન બકરા ચરાવતા હતા જેની પાસેથી એક લાલ કલરનો બકરો ૧૫,૦૦૦/-રૂપિયામાં લીધેલ હતો.  જેને મનોરંજન બેન્કની નોટો ૫૦૦-૫૦૦ રૂપિયની  ૩૦ નોટો આપી લાલ બકરો લઈ ગયેલની કબુલાત કરતા, પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી મોબાઇલ નંનંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- રોકડા રૂપિયા ૧૯,૦૦૦/- મો.સા. નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭૯,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરી પકડાયેલ આરોપીઓને તા.૨૧/૧૧/૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપીઓ :-  

(૧) પનસાર ગુલાબ ખાટીક ઉ.વ.૨૫ રહે.વાંસખેડી તા.સાક્રી જી.ધુલીયા (મહા.)

(૨) અમીન જબ્બાર કુરેશી ઉ.વ.૩૭ હાલ રહે.બ્લોક-૧૭, ગલી નં.૦૨ રાજાચોક મીઠીખાડી, લિંબાયત સુરત શહેર મુળ રહે.નવાપુર, મેમાણગલી તા.નવાપુર જી.નંદુરબાર (મહા.)

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :- 

(૧) સોનગઢ પો.સ્ટે. એ પાટડ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૫૨૬૨૯૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહહતા ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૫૪ મુજબ

કબજે કરેલ મુદ્દામાલઃ- 

(૧) OnePlus કંપનીનો IV2201 મોબાઇલ જેનો IMEI (1) 860218062146474 (2) 860218062146466 જેની  કિ.રૂ.૫,૦૦૦/-

(૨) OnePlus કંપનીનો IV2201 મોબાઇલ IMEI (1) 863825060610975 (2) 863825060610967 જેની  કિ.રૂ.૫,૦૦૦/-

(૩) હોન્ડા કંપનીની યુનિકોર્ન મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/-

(૩) રોકડા રૂપિયા ૧૯,૦૦૦/-   ઉપરોકત તમામ ચીજવસ્તુ કિ.રૂ. ૭૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

ગુનાનો એમ.ઓ.  

મોટર સાયકલ પર આવી ગામડામાં બકરા ચરાવતા લોકોને મનોરંજન બેન્કની નોટો આપી બકરા ખરીદી કરી છેતરપીંડી કરવાનો

કામગીરી કરનાર ટીમ :- 

પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઈ, એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ, અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ, અ.પો.કો .રાજીશભાઇ ગોપાળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *