સંતાનો દ્વારા તરછોડાયેલા વયોવૃદ્ધ પરપ્રાંતી મહિલાની વહારે આવી બારડોલી અભયમ ટીમ
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃદ્ધ મહિલા જેમની ઉંમર આશરે 65 વર્ષ હશે તેઓ ઓલપાડ તાલુકાના સાયણગામમાં વાય સર્કલ પાસે છેલ્લા દોઢ મહિનાથી એકલાં રસ્તા પર બેઠાં રહે છે. તેથી મહિલાના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, એ.એસ. આઈ ચૌધરી વનિતાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ ઘટના સ્થળે અજાણી વૃદ્ધ મહિલાની મદદ માટે પહોચ્યા.ત્યારબાદ ઘટના સ્થળપર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમણે જણાવેલ કે આ વૃદ્ધ મહીલાએ તેમના ઘરનું એક સરનામું જણાવ્યું હતું એ વિસ્તારમાં તેમના સોસાયટીના લોકો દ્વારા તપાસ કરવામાં આવેલ પરંતુ વૃદ્ધ મહિલા પરિવારની કંઈપણ માહિતી મળી નથી. વૃદ્ધ મહિલા નું મૂળ વતન નેપાળ હોવાની માહિતી મળી હતી તેથી તેમની સોસાયટી પાસે દુકાન પર કામ કરતા એક નેપાળી વ્યક્તિ દ્વારા વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરી તેમના પરિવારની માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ અને જો તેવો નેપાળ જવા માંગતા હોય તો ખ્યાલ આવે પરંતુ વૃદ્ધ મહિલાએ જણાવેલ કે તેવો ઘણા વર્ષોથી તેમના પરિવારની સાથે અહીં સૂરતમાં જ રહે છે અને હાલ નેપાળમાં તેમના પરિવારનું કોઈ સભ્યો રહેતું નથી.તેમના સંતાનો એ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તેથી અહીં રસ્તા પર રહે છે તેવું જણાવેલ હતું.સોસાયટીના લોકો દ્વારા વૃદ્ધ મહિલાને વૃધ્ધા આશ્રમ અથવા તો કોઈ સારી સંસ્થામાં લઈ જવાનો પ્રયાસ પણ કરેલ પરંતુ વૃદ્ધ મહિલા તેમની સાથે આવવાં માટે તૈયાર નો હતો તેથી વૃદ્ધ મહિલાની મદદ કરવા માટે ૧૮૧ ટીમ ની મદદ લીધેલ છે.
૧૮૧ ટીમે વૃદ્ધ મહિલાની સાથે શાંતચીત સ્વભાવે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. મહિલા હિન્દી અને નેપાળી ભાષામાં વાત કરી રહ્યા હતા. કાઉન્સેલિંગ દરમ્યાન મહિલાએ પોતાનું નામ અને તેવો નેપાળ ના રહેવાસી હોવાનું જણાવ્યું. વૃદ્ધ મહિલા ખૂબ ગભરાઈ ગયા હોય અને તેમના પરિવારની કોઈ પણ માહિતી જણાવતા ન હતા અને ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરતાં હતાં. તેથી નેપાળી ભાષા વિશે થોડું જાણનાર હતાં એ વ્યક્તિ ને ત્યાં બોલાવ્યા અને વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરવા જણાવેલ ત્યારબાદ વૃદ્ધ મહિલાને સૂરતમાં આવેલ અલગ અલગ સંસ્થાની માહિતી આપેલ.૧૮૧ ટીમ દ્રારા વૃદ્ધ મહિલાનું અસરકારક કાઉન્સેલિંગ કરીને વૃદ્ધ મહિલા ને રખડતું ભટકતું જીવન જીવવા કરતાં એક સારી સંસ્થામાં રહી ને સારું જીવન જીવવાની પ્રેરણા આપી. હાલ વૃદ્ધ મહિલાના પરિવારજનોની કોઈ પણ માહીતી ન મળેલ તેથી વૃદ્ધ મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખતા વૃદ્ધ મહિલા ને જીવન જ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ, સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

