જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો

0
જન્મદિનની અનોખી ઉજવણી યોજી પ્રવિણભાઈએ બાળ દેવો ભવ:નો શુભ સંદેશ સમાજને આપ્યો
Contact News Publisher

ઓલપાડની ચોર્યાસી પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય પ્રવિણ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. પરમ પૂજ્ય શ્રીમોટા અને પરમ પૂજ્ય શ્રી ઝીણાકાકાનાં આશીર્વાદથી લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળાનાં પટાંગણમાં શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણભાઈ બાબરભાઈ પટેલનાં જન્મદિન નિમિત્તે હરિ: ૐ ધૂન સહિત ભજન-સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીનાં ભાગરૂપે શાળા સમય બાદ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન હરિ: ૐ મંડળ લવાછાની બહેનોએ વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થતિમાં આરતી, હરિ: ૐ ધૂન તથા ભજનની રમઝટ જમાવી હતી. શાળાનાં આચાર્ય કનૈયાલાલ પટેલનાં જણાવાયા મુજબ પ્રવિણભાઈએ પોતાનાં જન્મદિવસ શુભેચ્છા માટે શુભેચ્છકો તરફથી ગિફ્ટ કે વસ્તુઓ બિલકુલ સ્વીકારી નહીં. તેમની ઈચ્છાનુસાર શાળાનાં બાળકો માટે ઉપયોગી વસ્તુ અને ફક્ત શાળા માટે જ દાન સ્વીકારવામાં birthcelebrationstyleઆવ્યુ. આ અનોખા જન્મદિવસ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો તથા ગ્રામજનો ભજન-સત્સંગનો લાભ લેવા સાથે પ્રવિણભાઈને શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યાં હતાં.
જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ, લવાછાનાં મંત્રી, હરિઓમ આશ્રમ, જહાંગીરપુરાનાં અનુયાયી તથા કાંઠા વિસ્તારનાં સક્રિય સામાજિક કાર્યકર એવાં પ્રવિણભાઈનાં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવા તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ પટેલ, તાલુકાનાં અધિકારીઓ-પદાધિકારીઓ, સહકારી આગેવાનો, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાનાં બાળકો, મિત્રમંડળ તથા આમંત્રિત મહેમાનો હોંશભેર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં અંતે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *