પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી

0
પલસાણા તાલુકાની ઇટાળવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ ની ભવ્ય ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. રાજ્ય સરકારનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઇટાળવા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર પ્રારંભ થયો. સુરત જિલ્લા પંચાયત સંચાલિત ઇટાળવા પ્રાથમિક શાળામાં શિક્ષણનાં ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાલવાટિકા તથા ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દફતર કીટ તથા ચોકલેટ વિતરણ કરી આવકારવામાં આવ્યા, જેથી શિક્ષણનો પહેલો દિવસ આનંદદાયક અને યાદગાર બને.

સદર કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત સદસ્ય તેજસભાઈ દેસાઈ, પલસાણા તાલુકાનાં શાસક પક્ષનાં નેતા ગીરીશભાઈ પટેલ, લીંગડ શાળાનાં આચાર્ય રાજેશભાઈ સોલંકી, ગામનાં સરપંચ હસુભાઈ, આરોગ્ય વિભાગના ડોક્ટરની ટીમ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓને સ્વ-જાળવણી અને સ્વચ્છતા માટે સેલ્ફી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ તકે વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી ધરાવનાર તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહેમાનોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન તેજસભાઈ દેસાઈએ બાળકોને શિક્ષણનું મહત્વ અને જીવનમાં તેની ઉપયોગિતા વિશે સુંદર ઉદાહરણો સાથે સવિસ્તૃત માર્ગદર્શન આપ્યું. પ્રવેશોત્સવ સાથે પર્યાવરણ જાગૃતિ માટે મહેમાનોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. અંતે શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણનાં સમન્વય સાથે ઉજવાયેલા કાર્યક્રમનું સમાપન સૌએ સાથે મળી રાષ્ટ્રગીત ગાઈને કર્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *