બારડોલી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૨૨. આ વર્ષની ” યોગા for Healthy Ageing ” નાં સંદેશને ધ્યાનમાં રાખી કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય યોગ નાં મહત્વને સમજી તે અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને પ્રેરિત કરવાનો છે…
કાર્યક્રમ દરમ્યાન બારડોલી 181 ટીમનાં કાઉન્સેલર તૃપ્તિ પટેલ અને તેમની ટીમ દ્વારા બારડોલી નવચેતન કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..યોગ નાં કાર્યક્રમ દરમ્યાન વિવિધ આસાન, પ્રાણાયામ અને ધ્યાન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..યોગ દ્વારા જીવનમાં શિસ્ત, સકારાત્મક વિચારસરણી અને શારીરિક માનસિક રીતે તંદુરસ્ત શરીર સાથે એક તણાવમુક્ત જીવન શૈલી બની રહે એવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો…
આમ અભયમ ટીમ દ્વારા યોગ નું આપણા જીવનમાં ખાસ મહત્વ સાથે સાથે અભયમ મહિલા હેલ્પલાઇન વિશે પણ છાત્રાલય ની વિદ્યાર્થીનીઓને માહિતી આપી માહિતગાર કરવામાં આવેલ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
