અંકલેશ્વરની રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પર્યાવરણની જાળવણી તથા ધરતીને હરિયાળી બનાવવાનાં ઉદ્દેશ્યથી રોટરી ક્લબ, અંકલેશ્વર દ્વારા નગરનાં કસ્બાતીવાડ કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગનાં સહયોગથી યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, પ્રોજેક્ટ ચેર મોહન જોશી, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, નગરપાલિકા સભ્ય બખત્યારખાન પટેલ, ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, આરએફઓ ડી.યુ. ડામોર, ભાવેશ મોભ સહિત વન વિભાગનાં કર્મચારીઓએ 800 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

