ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન વધુ સુદ્રઢ બને માટે સાયોંજકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આજ રોજ આહવા ના બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ડાંગ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ નાં સંયોજક ની તાલીમ યોજવા માં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તાલુકા સંયોજક ને ડિજિટલ મેમ્બર શિપ તથા સંગઠન ને વધારે સુદ્રઢ બનાવવા સંગઠન ની કામગીરી ને અસરકારક બનાવવા નાં હેતુ થી સાયોંજક ને એનરોલર્સ ની તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રદેશ કોંગ્રેસ નાં મંત્રી. વિભવ ગામિત એ તાલીમ આપી હતી. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી , પ્રદેશ મંત્રી તબરેઝ એહમદ, વઘઈ તાલુકા પ્રમુખ ગમન ભોયે, સુબીર તાલુકા પ્રમુખ ગુલાબ ચૌધરી, મહિલા પ્રમુખ લતાબેન ભોયે, યુવા પ્રમુખ રાકેશ પવાર, સૂર્યકાંત ગાવિત, જમનાદાસ વાડેકર જી , ડાંગ જિલ્લા એસ સી સેલનાં પ્રમુખ અર્જુન જાદવ, આહવા તાલુકા યુવા પ્રમુખ સાલેમ પવાર , વઘઈ તાલુકા યુવા પ્રમુખ રવી છગનીયા, ઉપસ્થિત રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિધાન સભા શોશિયલ મીડિયા ઇન્ચાર્જ તુષાર કામડી એ કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *