ઉચ્છલ અને નિઝર/ કુકરમુડા તાલુકાના નવનિયુક્ત સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ રૂમકીતલાવ ખાતે ૧૭૨ નિઝર વિધાનસભામાં સમાવિષ્ટ ઉચ્છલ અને નિઝર/ કુકરમુડા તાલુકાના નવનિયુક્ત સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના પ્રભારી શ્રીઅશોકભાઇ, જિલ્લા પ્રમુખશ્રી ડૉ.જયરામભાઈ ગામીત તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાની વિશેષ રહી જેમાં ઉપસ્થિત સરપંચશ્રી એને સન્માન કરી સરકારશ્રીઓની યોજના છોવાડાના તાલુકાના દરેક ગામો સુધી પહોચાડવા અપીલ કરી હતી. તાપી જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ જોષી,નિઝર તાલુકા ભાજપ પ્રમુખશ્રી સુહાગભાઈ પાડવી માજી. સંસદીય સચિવ સુભાષભાઈ પાડવી સાહેબ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ કુકરમુંડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી અજયભાઈ પટેલ,ઉચ્છલ તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ વળવી, નિઝર તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દક્ષાબેન વસાવે ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી યાકુબભાઈ ગામીત કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતિ મનીષાબેન પાડવી હાજર રહ્યા હતા.
