તાપીમાં સૌપ્રથમ વાર વ્યારા ખાતે મેન ફિજીકસ અને ક્લાસિક બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઇ
તાપી જીલા માથી 67 યુવાનોએ ભાગ લીધો હતો, સાઉથ ગુજરાત ના જજ દ્વારા સિલેકશન હાથ ધરાયુ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પ્રથમવાર ઓરેન્જ ફિટનેસ ક્લબ અને સમર્થ ફિટનેસ ક્લબ આયોજિત જિલ્લામાં પ્રથમ વાર યુવાનોને વ્યસનથી દૂર રહે તે માટે યુવાનોમા નવો જોશ ઉમંગ જળવાઈ રહે તેવા શુભ આશયથી બોડિ બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન સુરતના શિવ વિસાલ ભાઉ, જીતેન્દ્ર ત્રિપાઠી તેમજ ઓરેન્જ ફિટનેસ અને સમર્થ ફિટનેસ તાપી પ્રેસિડન્ટ ચેતન પારેખ અને જનરલ સેક્રેટરી સ્નેહલ મ્હાલે દ્વારા સ્પર્ધાને સફળ બનાવવામાં આવ્યો હતો.
આજનો યુવાન જ્યારે મોબાઈલ ટીવી તેમજ સિગારેટ, દારૂ જેવા વિવિધ વ્યસનથી દૂર રહે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો હતો. જ્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે શ્યામાપ્રસાદ ટાઉનહોલમાં કોરોના ગાઈડ લાઈનનાં નિયમ મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ કેટેગરીના બોડી બિલ્ડીંગના યુવાનોને સિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરી તાપી જિલ્લામાંથી ગુજરાત સ્ટેટ ખાતે સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરવાની સુભેચ્છ આપવામાં આવી હતી.
સોનગઢમાં લાઈવ ફિટનેસ જિમના મુસ્લિમ યુવાનો વિવિધ કેટેગરીની સ્પર્ધામાં અગ્રેસર રહ્યાં હતા. લાઈવ ફીટનેસ જીમના સ્પોન્સર નજીમ મહેમુદ પઠાણના સહયોગથી 45 થી 50 મા મુસ્તકિંમ બાગવાન બોડી બીલડીગમા સેકન્ડ નંબર પર વિજેતા થયા હતા. જ્યારે 50 થી 55 એચ મા સૈયદ મુદસર જાવેદભાઈ ફિઝિક્સમાં સેકન્ડ અને બોડી બિલ્ડીંગમા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 60 થી 65 મા સાહીલ પઠાણ બોડી બિલ્ડીંગમા સેકન્ડ નંબર વિજેતા થયાં હતાં. જ્યારે 65 થી 70 અરબાઝ સલીમ શેખ બોડી બીલડીગ્સ મા ત્રીજા ક્રમે રહ્યાં હતા. 70 થી 75મા આસિફ અબ્દુલ મુનાફ બેગ પ્રથમ ક્રમે બોડી બિલ્ડર્સ મા વિજેતા થયા હતા. જ્યારે 75 થી 80 મા ટોસિફ મહેમુદ પઠાણ બોડી બિલ્ડરસમાં ત્રીજા નંબરે રહી સિલ્ડ અને પ્રમાણ પત્ર એનાયત કરતા મુસ્લિમ સમાજ દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.