તાપી જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી પ્રક્રિયાની વિગતો આપી

0
IMG-20260424-WA0007
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૪ :- રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧લી એપ્રિલ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિપીન ગર્ગે પત્રકાર પરિષદમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૬, તાલુકા પંચાયતની ૧૩૪ અને વ્યારા નગરપાલિકાની ૨૮ બેઠકો પર ચૂંટણી યોજાશે. કુલ ૧૮૮ બેઠકોમાંથી ૧૦ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મતદાન માટે જિલ્લાભરમાં કુલ ૭૫૫ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૦ મથકો સંવેદનશીલ અને ૧૧ મથકો અતિ-સંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે.

તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૬, તાલુકા પંચાયતની ૧૩૪ અને વ્યારા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો પર યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર તરફથી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. કુલ ૧૮૮ બેઠકો મળીને ૧૦ ઉમેદવારો બિન હરિફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે કુલ ૭૩૫ મતદાન મથકો તથા વ્યારા નગરપાલિકા માટે ૨૦ મતદાન મથકો પર મતદાન થશે. સમગ્ર જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૪૦ તથા ૧૧ મતદાન મથકો અતિ-સંવેદનશીલ છે.

નોંધનીય છે કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદાન મથકો ઉપર કુલ ૪,૩૨૦ મતદાન સ્ટાફ તથા ૧,૫૯૮ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં ૨૫ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ૩૩ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા છે. જિલ્લામાં કુલ ૧૩૧ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

વધુમાં શ્રી બોરડે, જિલ્લા પંચાયતની બેઠકો માટે ૭ મતગણતરી કેન્દ્ર તથા તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ૮ મતગણતરી કેન્દ્રો ખાતે તા. 28.04.2026 ના રોજ સવારે 9 કલાકે મતગણતરી કરાશે. લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પત્રકારોને પ્રચાર પ્રસાર માટે અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, આગામી તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પત્રકાર પરિષદના અંતે ઉપસ્થિત મીડિયાકર્મીઓએ ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવિધ પ્રશ્નો પૂછી જરૂરી માહિતી મેળવી હતી.
યોજાયેલી પત્રકાર પરિષદનું સંચાલન સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના માર્ગદર્શનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટશ્રી અલ્કેશકુમાર ચૌધરીએ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. વી. મદાત, અજમાયશી નાયબ કલેકટર અને ચૂંટણી મામલતદારશ્રી સુભમસિંહ રાઠોડ અને જન સંપર્ક અધિકારીશ્રી કે. બી. બારીયા, સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના માર્ગદર્શનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટશ્રી અલ્કેશકુમાર ચૌધરી માહિતી મદદનીશશ્રી રોશન જી. સાવંત, માહિતી મદદનીશશ્રી સંગીતા ડી. ચૌધરી સહિત માહિતી વિભાગના કર્મીઓ અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *