સોનગઢના આમલીપાડા ગામેથી ઇગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી અને સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ શ્રી,ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઇ.જયેશભાઈ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે બસ સ્ટેન્ડ ફળીયામાં રોડ ઉપર રોડની જમણી સાઇડે એસ.કે.ચિકન સેંટર નામની દુકાન તેમજ રહેઠાણની જગ્યાએ સોનગઢના પ્રોહી બુટલેગર સિંકદર શાંતુભાઇ ગામીત તેમજ તેની પત્ની સુમિત્રાબેન સિંકદર ગામીતએ પોતાની માલીકીની જગ્યા દુકાન તેમજ રહેઠાણની જગ્યામાં પ્રોહી જથ્થો રાખેલ છે તેમજ માણસો રાખી નકલી ઇંગ્લીંશ દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવે છે.” જે બાતમી આધારે બાતમી હકીકતવાળી જગ્યા સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે બસ સ્ટેન્ડ ફળીયામાં રોડ ઉપર રોડની જમણી સાઇડે એસ.કે. ચિકન સેંટર નામની દુકાનમાં રેઇડ કરતા આગળ આવતા દરમ્યાન એ જગ્યાએ એક પતરાના શેડવાળી પાકી રૂમ બનાવેલ હોય તે રૂમમાં સાથેના માણસો સાથે જતા એક ઇસમ નીચે બેસીને કાચની ખાલી બાટલીઓમાં આછા લાલ કલરનુ પ્રવાહી ભરતો હોય જેની તીવ્ર વાસ આવતી હોય જે ઇસમને તેની પ્રવ્રુતિ બાબતે પુછતા તે જાતેથી ઇંગ્લીશદારૂ બનાવી બાટલીઓમાં ભરે છે તેમ જણાવતા હોય આરોપી- (૧) દુર્ગાશંકર ઉદેલાલ ખટીક ઉ.વ.૩૮ રહે.ઘર નં.૧૯૧ રવિનગર સોસાયટી, પાંડેસરા સુરત મુળ રહે.ગામ-બડી સાદડી તા.જી.ચિતોડગઢ રાજસ્થાન (૨) કલ્પેશભાઇ ઉર્ફે લાલો રામચંન્દ્રભાઇ સામરીયા ઉ.વ.૪૪ રહે.ઘર નં.૨૯ શ્રમજીવી સોસાયટી, ઉમરા ગામ અઠવાલાઇન્સ સુરત શહેરને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો તથા બનાવટી ઇગ્લીશ દારૂ બનાવવાના સરસામાન સાથે કુલ્લે કિ.રૂ. ૫,૧૪,૪૦૩/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ચાર (૪) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-
(૧) દુર્ગાશંકર ઉદેલાલ ખટીક ઉ.વ.૩૮ ધંધો. મજુરી રહે.ઘર નં.૧૯૧ રવિનગર સોસાયટી, પાંડેસરા સુરત મુળ રહે.ગામ-બડી સાદડી તા.જી.ચિતોડગઢ રાજસ્થાન મો.નં.૯૭૨૪૮૧૯૫૫
(૨) કલ્પેશભાઇ ઉર્ફે લાલો રામચંન્દ્રભાઇ સામરીયા ઉ.વ.૪૪ ધંધો.મજુરી રહે.ઘર નં.૨૯ શ્રમજીવી સોસાયટી,ઉમરા ગામ અઠવાલાઇન્સ સુરત શહેર
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇગ્લીશદારૂના બાટલી/બીયર ટીન નંગ-૧૦૩૩ કુલ કિં.રૂ.૧,૬૬,૯૪૧/-, (૨) રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.વાળી બનાવટી ઇગ્લીશદારૂ બનાવી કુલ્લે બાટલીઓ નંગ-૬૭ જે એક બાટલીની કિ.રૂ.૬૮૬ ગણી કુલ્લે નંગ-૬૭ બાટલીની કિ.રૂ.૪૫,૯૬૨ કુલ્લે લિટર ૫૦.૨૫૦ નો બનાવટી ઇગ્લીશદારૂ તેમજ અન્ય બે પ્લાસ્ટીકના કેનમાં ૧૦૫ લિટર બનાવટી ઇગ્લીશદારૂ કિ.રૂ.૧,૦૫,૦૦૦/-, (૩) રોયલ સ્ટેગ વ્હીસ્કીના સ્ટીકર તેમજ પ્રિન્ટેડ બુચ લગાડી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પરપ્રાતીય બનાવટનો ઇગ્લીશદારૂ તેમજ બનાવટી ઇગ્લીશદારૂ કુલ્લે ૪૩૬.૧૯૦ લિટર કિ.રૂ.૩,૧૭,૯૦૩/- નો પ્રોહી મુદ્દામાલ, (૪) કાચની ખાલી બુચ અને સ્ટીકર વગરની બાટલીઓ ૭૫૦ એમ.એલ.વાળી ૪૬૩ નંગ, (૫) ખાલી બાટલીઓ ઉપર લગાડવા માટેના રોયલ સ્ટેગ લખેલા બુચ નંગ-૨૩૫, (૬) બાટલીને બુચ મારવાનુ હેન્ડ મેકર પ્રેશર મશીન નંગ-૧ જેની કિ.રૂ.૩૦૦૦/-, (૭) ઇગ્લીશદારૂ બાટલીમાં ભરવા માટેની પ્લાસ્ટીકની નાની મોટી ગરણી નંગ-૨ , (૮) પ્લાસ્ટીકની ડોલ નંગ-૧, (૯) લીલા કલરનો પ્લાસ્ટીકના પાઇપનો ટુકડો, (૧૦) ૨૦ લિટર કેપેસીટી વાળા ચાર નંગ પ્લાસ્ટીકની બોટલ, (૧૧) એક લોખંડનુ પેચ્યુ, એક લોખંડની છરી, એક બેરલ ખોલવા માટેનુ લોખંડનુ વાકિયુ, (૧૨) ૨૦૦ લિટરની કેપેસીટીવાળા પ્લાસ્ટીકના બેરલ/પીપ નંગ-૨ બન્ને પીપમાં ભરેલ પ્રવાહી મળી કુલ્લે ૨૦૦ લિટર સ્પીરીટ/આલ્કોહોલ કિ.રૂ.૩૦,૦૦૦/-, (૧૩) એક સિલ્વર કલરની એલ્યુમિનીયમની બોટલમાં આશરે ૫૦૦ એમ.એલ.જેટલુ એસેન્સ નામનુ કેમીકલ કિ.३.३०००/-, (૧૪) એક ૫ લિટરની કેપેસીટીવાળુ પ્લાસ્ટીકનુ કેનમાં ઇગ્લીશદારૂ બનાવવામાં કલર તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ કેમીકલ આશરે ૪.૫ લિટરની કિ.રૂ.૪૫૦૦/-, (૧૫) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/-, (૧૬) બનાવટી ઇગ્લીશદારૂના સામાનની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ આઇ.ટ્વેન્ટી કાર નં.GJ-05-CQ-6568 કિ.રૂ.૧,૫૦,૦૦૦/- કુલ્લે ૫,૧૪,૪૦૩/-ના મુદ્દામાલ સાથે
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહીર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ તથા સોનગઢ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એ.સી. ચૌધરી, એ.એસ.આઇ. માર્વીકભાઇ હરેશભાઇ, હે.કો. પ્રકાશભાઇ ધીરૂભાઇ, હે.કો. દશરથભાઇ ભુપતભાઇ તથા પો.કો. દાનુભાઇ રણછોડભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
