વ્યારામાં ધો.૯માં વિનામૂલ્યે પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટ યોજાશે

0
IMG-20260323-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધો.૯માં વિનામૂલ્યે પ્રવેશ માટે માઁ શિવદૂતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ, રિધમ હોસ્પિટલની પાછળ, વ્યારા ખાતે તા.૦૬/૦૫/૨૦૨૬ના રોજ સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્કોલરશીપ ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમનાં વિધાર્થીઓની લેવામાં આવશે.
સ્કોલરશીપ ટેસ્ટમાં ૧ થી ૧૦માં ક્રમ મેળવનારને ૧૦૦% શિક્ષણ ફી માફી, ૧૧ થી ૨૦માં ક્રમ મેળવનારને ૫૦% શિક્ષણ ફી માફી અને ૨૧ થી ૩૦માં ક્રમ મેળવનારને ૨૫% શિક્ષણ ફી માફીનો લાભ આપવામાં આવશે. જેમાં ધો.૮ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને જનરલ નોલેજના પાઠયપુસ્તક આધારિત ૧૦૦ MCQ પ્રશ્નોની ટેસ્ટ લેવામાં આવશે. ધો.૮ની પરીક્ષા આપેલ કોઈ પણ વિધાર્થીઓ સ્કોલરશીપ ટેસ્ટમાં ભાગ લઈ શકે છે. વિધાર્થીઓએ તા.૦૫-૦૫-૨૦૨૬ સુધી શાળા પર આવી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
વિધાર્થીઓને સ્કોલરશીપ ટેસ્ટ ઉપરાંત સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃતિનો વધારાનો લાભ પણ મળશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *