અંકલેશ્વર નગરની હિન્દી માધ્યમ પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક જયેશ રાણાનો વિદાય સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત હિન્દી માધ્યમ પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક જયેશભાઈ રમણલાલ રાણાનો વિદાય સન્માન સમારંભ શિક્ષકગણની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વર તથા મ્યુનિસિપલ ટીચર્સ કો- ઓપરેટિવ સોસાયટીનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારંભમાં રમેશ ગુજજર, શશીકાંત પટેલ, મુકેશ ઠાકોર, નીતિન મોદી, સ્ટેશન શાળા નંબર 22 નાં મુખ્યશિક્ષક યોગેન્દ્રસિંહ વાંસદીયા તથા નિવૃત્ત થઈ રહેલ જયેશભાઈ રાણાનાં પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદાય સન્માન સમારંભ પ્રસંગે મંચસ્થ મહાનુભવોએ જયેશભાઈ રાણાની શિક્ષણ સેવાને બિરદાવી શેષ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તેમનું શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. અંતમાં જયેશભાઈએ પોતાનાં પ્રતિભાવમાં ફરજ દરમિયાન પોતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર તમામ નામી અનામીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
