તાલુકા મથક માંગરોળસહિત તાલુકાનાં ૧૬૩ પોલીયોના બુથો ઉપર ૨૧,૯૦૧ બાળકોને રસી પીવડાવવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી-માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં આંઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ ૧૬૩ પોલીયોના બુથો ઉપરથી આજે તાલુકા મથક માંગરોળ સહિત તાલુકાનાં ૧૬૩ પોલીયોના બુથો ઉપર તાલુકાના o થી ૫ વર્ષનાં ૨૪,૫૭૩ બાળકોને પોલીયો ની રસી પીવડા વવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની સામે ૨૧,૯૦૧ બાળકોને પોલીયાની રસી પીવડાવવામાં આવી છે.જ્યારે તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરીનાં આરોગ્ય ટીમ ડોર ટુ ડોર ફરી જે બાળકો રહી ગયા હશે.એમને રસી પીવડાવાશે. આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડોકટર આર.પી.શાહી એ માંગરોળ તાલુકા ની જનતાને વિનંતી કરી હતી કે o થી ૫ વર્ષનાં જે બાળકો હોય એમને પોલીયો બુથ ઉપર લઈ જઈ રસી પીવડાવી લેવા અનુરોધ કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો છે.