વી. ટી. ચોક્સી લોના વિદ્યાર્થી દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ પરીક્ષા પૂરતું હોસ્ટેલમા રહેવા આવેદનપત્ર આપવામાં આવ્યું

0
IMG-20200909-WA0021
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વીટી ચોકસી લોના વિદ્યાર્થિ ઓએ હાલ પરીક્ષા પૂરતું યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ વી ટી ચોક્સી લો કોલેજમાં હાલ ચાલુ થઈ રહેલી પરીક્ષા સેમેસ્ટર 2,4 અને 6ની પરીક્ષા આપવાની હોવાથી હાલ સમરસ હોસ્ટેલ માં કોવીડ 19. બનાવેલ હોય જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની સગવડ થઈ શકે તેમ નથી જેથી ઘણા વિદ્યાર્થી દૂર ગામડાના હોઈ જે બાબતે હાલ લોના વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2,4,6ના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરતું યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા યુનિવર્સિટીના કુલપતિને લેખિતમા માંગ કરી છે. જેમાં વસાવા રણજીત વી. ચૌધરી, રમેશ કે. વસાવા, નિલેશ જે. ચૌધરી, રાહુલ ડી. વસાવા ફુલસિંગ બી. હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *