વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સ ની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે એક કપિરાજને વીજકરંટ લાગ્યો
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે એક કપિરાજને કરંટ લાગ્યો હતો. તાત્કાલિક ધોરણે વનખાતાને જાણ કરતા વાંકલ વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવી કપિરાજને સારવાર માટે લઈ ગયા હતા. માંગરોળ સામાજિક વનીકરણ વિભાગના કલ્પેશ ભાઈ ચૌધરી ઘટનાને ધ્યાનમાં રાખી કપિરાજ ને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને તેમણે જણાવ્યું કે અગાઉ પણ આ ખુલ્લી ડીપીના કારણે બે કપિરાજના મોત થયા હતા તેમણે જીઈબીના અધિકારીને જાણકારી આપી આ ખુલ્લી ડીપીને પ્રોટેક્શન કવર કરવા માટે જણાવ્યું હતું.
વનવિભાગના પ્રયાસથી કપિરાજની હાલતમાં સુધાર આવશે અને જલ્દી સ્વસ્થ થઈ જશે એવું વનવિભાગનાં કલ્પેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
