સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી,  એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જયેશભાઇ શંકરભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે- સોનગઢ મિસ્ત્રિ ફળિયુ તા.સોનગઢ જી.તાપી ને તા.૧૮/૦૬/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *