ડૉ.અશ્વિન વસાવાનું મુખ્યમંત્રીનાં હસ્તે કોરોના વોરીયર્સ તરીકે સન્માન
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ડૉ.અશ્વિન વસાવા સાગબારા તાલુકાના નવીફણી-અમીયાર જેવાં અંતરિયાળ વિસ્તારનાં ગામના વતની છે જેઓની જન્મભૂમી નવીફણી-અમીયાર છે, તેઓએ પોતાની કર્મ ભૂમી સુરતને બનાવી છે, હાલમાં તેઓ સુરત ખાતેની સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, સુરત તથા ગુજરાતનાં પ્રથમ કોરોના દર્દીનું સફળ સારવાર કરનાર સુરત સિવિલના તબીબ ડૉ. અશ્વિન વસાવા સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થયા હતાં, તેઓની તબીબી સેવાની કામગીરીને લોકોએ ખૂબ વખાણી હતી.
૧૫ મી ઓગસ્ટના આજ રોજ રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજયનાં મુખ્યમંત્રી મહોદયના હસ્તે રાજ્ય ક્ક્ષાએ સન્માન માટે ડૉ.અશ્વિનભાઈ વસાવા, સાથે બીજા અન્ય ૪ કોરોના વોરીયર્સની રાજ્યકક્ષાના સન્માન માટેની પસંદગી કરવામાં આવી હતી.
