ચિઠ્ઠી આ।ઈ હે… : એક જૂનું પોસ્ટ બોક્સ તેની ભૂતકાળની જહોજલાલી વાગોળતુ ચૂપચાપ ભીંત પર લટકતું બેઠુ હોય તેમ કેમેરામાં કેદ થયું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૯. તા.9 ઓક્ટોબર એટલે વિશ્વ ટપાલ દિવસ. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત લગભગ ઈ.સ.1774 માં કરવામાં આવી જ્યારે લગભગ 1854 દેશની સૌ પ્રથમ ટપાલ ટિકિટ રજૂ થઈ હતી. ભારતનું ટપાલતંત્ર આશરે 1.5 લાખ પોસ્ટ ઓફિસ સાથે વિશ્વમાં સૌથી મોટું અને સૌથી વધુ વિસ્તાર આવરી લેતું નેટવર્ક છે. આજે સમયની સાથે આ અનોખી ટપાલ સેવા વિસરાતી જોવા મળી રહી છે. આજનાં મોબાઈલ યુગમાં કેટલાક લોકો પોતાની વિસરાઈ ગયેલી યાદોને તાજી કરવા અને ભાવનાત્મક જોડાણ જાળવી રાખવા માટે ટપાલ વ્યવહાર કરે છે જે આપણા જીવનમાં ટપાલ વ્યવસ્થાનું આગવુ મહત્વ દર્શાવે છે. આજે દેશનાં ઘણાં નાના મોટા ગામોમાં જૂના પોસ્ટ બોક્સ ધૂળ ખાતા જોવા મળે છે. આવુ જ એક જૂનું પોસ્ટ બોક્સ ઓલપાડ તાલુકાનાં ભટગામ ખાતે તેની ભૂતકાળની જહોજલાલી વાગોળતુ ચૂપચાપ ભીંત પર લટકતું બેઠુ હોય તેમ કેમેરામાં કેદ થયું તે પ્રસંગની તસવીર.
(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
