કોસંબા 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી

સમયસૂચકતા અને તબીબી માર્ગદર્શનથી માતા અને નવજાત બાળકને મળ્યું સમયસર સારવારનું જીવનદાન
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૮. કામરેજ તાલુકાના કરજણ ગામ નજીક સગર્ભાને પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કેસ મળતાં જ કોસંબા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT કિરણભાઈ કમલેશભાઈ બારીઆ અને Pilot આતિષ જોશી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સગર્ભા અંજુબેનને CHC સાયણ ખાતે લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની સ્થિતિ સર્જાતાં ERCP Physician ડૉ. સહદેવ સરની માર્ગદર્શિકા મુજબ EMT કિરણભાઈએ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટ અને જરૂરી સાધનોની મદદથી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.
ત્યારબાદ માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે CHC સાયણ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની આગળની સારવાર કરવામાં આવી. હાલ માતા અને બાળક બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરી બદલ EME હિતેષ રોહિત સાહેબ અને PM અભિષેક ઠાકર સાહેબ દ્વારા EMT કિરણભાઈ બારીઆ અને Pilot આતિષ જોશીની સમયસૂચકતા અને પ્રશંસનીય કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
108 ઇમરજન્સી સેવા – મુશ્કેલીની ઘડીમાં જીવન બચાવવા હંમેશા સજ્જ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
