કપરાડાની નીલોશી પ્રાથમિક શાળાનાં આચાર્યનાં દુ:ખદ અવસાનનાં પગલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો મુખ્યમંત્રીને પત્ર

0
કપરાડાની નીલોશી પ્રાથમિક શાળાનાં આચાર્યનાં દુ:ખદ અવસાનનાં પગલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો મુખ્યમંત્રીને પત્ર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૭. ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો અને આચાર્યો છેલ્લાં કેટલાક સમયથી શિક્ષણ કરતાં વધુ પ્રમાણમાં ઓનલાઇન કામગીરી, ડેટા એન્ટ્રી, વિવિધ એપ્લિકેશનમાં માહિતી ભરવી, અહેવાલો, ફોટો-વિડિયો અપલોડ, પ્રોજેક્ટ, કાર્યક્રમો, ઓનલાઇન તાલીમો, સર્વે, ગુણોત્સવ, GCERT, FLN/NIPUN, ગ્રાન્ટ ખર્ચની જટિલ પ્રક્રિયા અને વિવિધ પરિપત્રોનાં પાલનમાં સતત વ્યસ્ત છે. આ વહીવટી દબાણથી વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે. જેનાં પગલે ગતરોજ કપરાડા તાલુકાની નીલોશી પ્રાથમિક શાળાનાં આચાર્યનાં દુ:ખદ અવસાનનાં સમાચારે સમગ્ર શિક્ષણ જગતમાં અરેરાટી ફેલાવી છે. આ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલે સંયુક્ત સહીથી રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને કેટલીક રજૂઆત જેવી કે એક જ માહિતી વારંવાર અલગઅલગ પોર્ટલ/એપ્લિકેશનમાં ભરવાની પ્રથા બંધ કરવી અને એક માહિતી એક વખત એન્ટ્રીનો નિયમ અમલમાં મૂકવો, સરકાર પાસે ઉપલબ્ધ માહિતી ફરીથી શિક્ષકો પાસે ન માંગવી ઉપરાંત તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી અને બિનશૈક્ષણિક કામગીરીમાંથી શિક્ષકોને સંપૂર્ણ મુક્તિ આપી, ફક્ત શિક્ષણ કાર્ય માટે મુક્ત કરવા અને ઓનલાઇન કામગીરી માટે તાત્કાલિક કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવી. આ માંગણીઓ બાળકોનાં હિતમાં અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે પરિણામલક્ષી કાર્યવાહીની અપેક્ષા સાથે કરવામાં આવી છે એમ પત્રમાં જણાવાયુ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *