તાપી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ  પુર્ણા થતાં ઉજવણી કરાઈ

0
તાપી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ  પુર્ણા થતાં ઉજવણી કર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭. તાપી જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ના ૯ વર્ષ પૂર્ણ થયા છે. સેવા ના ૯ વર્ષ દરમ્યાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કુલ ૧૬૧૨૩ ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓની ઘટના સ્થળે જ સમયસર સારવાર અપાઇ છે.

આ સફળતાના ભાગ રૂપે જિલ્લા પશુપાલન વિભાગ ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ના ૯ વર્ષ પૂર્ણ થવા ની ખુશીમાં  કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાધા મેડમ, ICDP ના અધિકારી ડૉ. હર્ષદ ઠાકરે સાહેબ, ડૉ. રાઠોડ સાહેબ અને વેટ પોલી ના અધિકારી શ્રી સંજય પટેલ સાહેબ હાજર રહ્યા હતા, અધિકારીશ્રીઓ દ્વારા ટીમની કામગીરી ને બિરદાવી હતી અને આજ રીતે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા શુભકામનોઓ આપી હતી.

○○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *