ડોલવણમા નોંધાયેલ વીજ વાયરોની ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
ડોલવણમા નોંધાયેલ વીજ વાયરોની ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬. ડોલવણ પોલીસ સ્ટેશનના વાયર ચોરીના ગુનાના વોન્ટેડ આરોપી પકડવાના બાકી હોય, ગઇ તા.૦૫/૧૦/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ.સી.બી. તાપી તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી તપાસમા હતા આરોપી બાબતે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમ દ્વારા તપાસ કરતા હતા. તે દરમ્યાન પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના વસરાવી ગામેથી ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ વીજ વાયરની ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જગદીશસીંગ મોહનસીંગ રાવત હાલ રહે.આંબાવાડી વસરાવી ગામ તા.માંગરોળ જીલ્લો સુરત મુળ રહેવાસી- પ્રતાપપુરા તા.વિજયનગર થાના મસુદા જી.વ્યાવર રાજસ્થાનને તા.૦૫/૧૦/૨૦૨૬ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ.સી.બી. તાપી તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

●○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *