આદિવાસી સમુદાયના વિકાસ અને કલ્યાણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત રહ્યા છે : મંત્રી ડો. જયરામભાઈ ગામીત

ઉચ્છલ તાલુકાના ઉચ્છલ અને સુંદરપુર આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. – રાજ્યના રમત અને પ્રવાસન મંત્રી ડો. જયરામભાઈ ગામીત શનિવારે ઉચ્છલ તાલુકાના ઉચ્છલ અને સુંદરપુર આંગણવાડી કેન્દ્ર ખાતે આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ આંગણ ઉત્સવ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં અનેકવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ આદિવાસી સમુદાયની ચિંતા કરી છે.
મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે, ઉપરાંત નાના બાળકોથી લઈને યુવાનો, ખેડૂતો, મહિલાઓ તેમજ વડિલોને કેન્દ્રમાં રાખીને કામ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પણ રાજ્ય સરકારે શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ભાર આપ્યો છે. વધુમાં સમાજનો કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે મંત્રીશ્રીએ સૌની સામુહિક ભાગીદારી પર ભાર મુક્યો હતો.
મંત્રીશ્રી દ્વારા કાર્યક્રમમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાળ શક્તિના લાભાર્થીઓને પોષણ કીટ તથા ટીએચઆર ઉપરાંત આંગણવાડીલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ કાર્યકર બહેનોને પ્રશસ્તિપત્ર તેમજ તંદુરસ્ત બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ એનાયત કરી સન્માનિત-પ્રોત્સાહિત કરાયા હતા. સાથોસાથ ઉપસ્થિત બાળકોને સુખડીનું વિતરણ કર્યુ હતુ.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ ઢોડિયા, સરપંચશ્રી, સીડીપીઓશ્રી દિપાલીબેન બોરિચા, આંગણવાડી સુપરવાઈઝર, સ્ટાફ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
