નિઝરના ખેરવા ગામે આગની આકસ્મિક દુર્ઘટના : રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

0
નિઝરના ખેરવા ગામે આગની આકસ્મિક દુર્ઘટના : રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી
Contact News Publisher

રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રીશ્રીએ સ્થળ પર પહોંચી બનાવની માહિતી મેળવી, જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૫. તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખેરવા ગામે શુક્રવારે વહેલી સવારે એક આકસ્મિક આગની ઘટના સામે આવી છે. ગામના નિવાસી શ્રી તરુણભાઈ છગનભાઇ નાઈકના ઘરમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર ઘર તેની ઝપેટમાં આવી ગયું હતું, જેના કારણે ઘરમાં રાખેલું અનાજ, ઘરવખરી તથા અન્ય સામગ્રી સંપૂર્ણપણે બળીને ખાખ થયું હતું.

ઘટના અંગે જાણ થતાં જ રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચ્યા હતા. મંત્રીશ્રીએ પીડિત નાઈક પરિવારની મુલાકાત લઈને બનાવ અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી. મુશ્કેલીની આ ઘડીમાં તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સાંત્વના પાઠવી હતી અને વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી સહાય અને રાહત ઝડપથી પૂરી પાડવાની ખાતરી આપી હતી.

 

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *