‘પોષણ માહ-૨૬’ અંતર્ગત નિઝર ઘટકમાં પોષણ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

0
‘પોષણ માહ-૨૦૨૬’ અંતર્ગત નિઝર ઘટકમાં પોષણ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ
Contact News Publisher

કિશોરીઓ દ્વારા પોષણ શપથ, સ્લોગન સ્પર્ધા અને વાલીઓ સહિત લાભાર્થીઓને પોષણ અંગે માર્ગદર્શન અપાયું*

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૩ : તાપી જિલ્લાના નિઝર ઘટકની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ માહ-૨૦૨૬’ અંતર્ગત પોષણ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં કિશોરીઓને પોષણ શપથ લેવડાવવામાં આવી હતી તેમજ પોષણ, આરોગ્ય અને એનેમિયા મુક્તિને લગતી સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આંગણવાડી કાર્યકર બહેનોએ નોંધાયેલ બાળકોના વાલીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને કેન્દ્ર પર એકત્રિત કરી ટેક હોમ રાશન (THR) અને તેના પોષકતત્વો અંગે માહિતી આપી હતી. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે બાલશક્તિ પેકેટમાં રહેલા વિટામિન્સ તથા મિનરલ્સ, સગર્ભા-ધાત્રી માતાઓ માટે માતૃશક્તિ પેકેટના પોષક ઘટકો તેમજ કિશોરીઓમાં એનેમિયા અટકાવવા અને યોગ્ય શારીરિક વિકાસ માટે પૂર્ણાશક્તિ પેકેટના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

સગર્ભા અને ધાત્રી માતાઓને ‘પોષણ સુધા યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવતા એક ટંકના ગરમ પૌષ્ટિક ભોજનના મહત્વ તથા માતા અને બાળકના સ્વાસ્થ્ય અને કુપોષણ નિવારણમાં તેની ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવી હતી.

 

‘પોષણ ભી, પઢાઈ ભી’ અભિયાન અંતર્ગત વાલીઓ સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, નિયમિત અભ્યાસ અને સારા ઘરેલું વાતાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સ્લોગન સ્પર્ધા દ્વારા કિશોરીઓની સર્જનાત્મકતા અને વિચારશક્તિને પ્રોત્સાહિત કરી પોષણ, સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *