સોનગઢના જામખડી-ભરાડદા રોડ પર મેજર બ્રિજના કામ અર્થે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 08 :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા જામખડી-ભરાડદા રોડ પર મેજર બ્રિજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી, વાહનવ્યવહારની સુગમતા અને સલામતી માટે આ રસ્તો બંધ રાખી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, વૈકલ્પિક માર્ગ તરીકે જામખડી ભરાડદા રોડથી ભરાડદા એપ્રોચ રોડથી સાદડવેલ એપ્રોચ રોડથી ગોપાલપુરા સાદડવેલ રોડ તેમજ જામખડી ભરાડદા રોડથી ભરાડદા એપ્રોચ રોડથી ગોપાલપુરા સાદડવેલ રોડથી એન.એચ. સોનગઢ બરડીપાડા રોડનો ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામું તા.૦૨/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
