સુરત જિલ્લાનાં શિક્ષકોનો વધઘટ તથા મૂળ શાળા પરત કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૮. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરતનાં અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અરુણકુમાર અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ અત્રેની કચેરી ખાતે વધઘટ તથા મૂળ શાળા પરત કેમ્પની કામગીરી પારદર્શક અને નિયમબદ્ધ રીતે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર આ કેમ્પમાં શિક્ષકોને ૧. મૂળ શાળામાં પરત ફરવાની તક, ૨. ઉપલબ્ધ જગ્યાઓ અનુસાર પસંદગીની તક, ૩. નિયમબદ્ધ પ્રક્રિયા દ્વારા યોગ્ય સ્થળ ફાળવણી જેવી બાબતોનો સીધો લાભ મળેલ છે.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા, નિયમબદ્ધતા અને શિક્ષકહિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી ટીમની નિષ્ઠા, કાર્યદક્ષતા અને સુવ્યવસ્થિત કામગીરીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બિરદાવવામાં આવી હતી. આ સફળ આયોજન બદલ લાભાર્થી શિક્ષક ભાઈ-બહેનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
