બુધવાડા–વ્યારા રૂટ પર નવીન એસ.ટી. બસ સેવા શરૂ થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આનંદની લહેર

0
બુધવાડા–વ્યારા રૂટ પર નવીન એસ.ટી. બસ સેવા શરૂ થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આનંદની લહેર
Contact News Publisher

ભગવાન બિરસા મુંડા જનજાતિય પરિવહન યોજના 

પહેલીવાર બુધવાડા અને જુના આમલપાડાના આંગણે પહોંચી GSRTC બસ સુવિધા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૯ – ભગવાન બિરસા મુંડા જનજાતિય પરિવહન યોજના અંતર્ગત બુધવાડા-વ્યારા રૂટ પર નવીન એસ.ટી. બસ સેવા શરૂ થતાં, બુધવાડા અને જૂના આમલપાડાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી પહેલીવાર આ અંતરિયાળ વિસ્તારમાં જી.એસ.આર.ટી.સી. બસની સુવિધા ઉપલબ્ધ બની છે.

 

આ બસ સેવા શરૂ કરવા માટે જનપ્રતિનિધિશ્રીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, સરપંચશ્રીઓ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા વિશેષ માંગણી અને રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામની રજૂઆતોને ધ્યાને લઈને, જી.એસ.આર.ટી.સી.ના વિભાગીય નિયામકશ્રી પંકજ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગના સોનગઢ ડેપો દ્વારા આ નવીન બસ સેવા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.

 

આ બસ સેવાનો સીધો લાભ બુધવાડા તથા જૂના આમલપાડાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને મળશે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં આવાગમન માટે સરળ પરિવહન મળી રહેવાથી તેમના શિક્ષણની તકોમાં વધારો થશે. આ ઉપરાંત, ગ્રામજનોને વ્યારા સહિતના વિસ્તારોમાં રોજગાર, વ્યવસાય, સરકારી કચેરીઓ અને અન્ય આવશ્યક કામકાજ માટે અવરજવર ખૂબ જ સરળ બનશે.

 

પોતાના ગામ સુધી એસ.ટી. બસની સુવિધા શરૂ થતાં, ગ્રામજનોએ આ સેવા માટે સક્રિય પ્રયાસો કરનાર તમામ અગ્રણીઓ તેમજ જી.એસ.આર.ટી.સી. તંત્રનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *