ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૯. ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ – જન્માષ્ટમી પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. શાળાનાં બાળકોએ શ્રીકૃષ્ણ તથા રાધાનો સુંદર વેશ ધારણ કરીને મટકી ફોડી સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે શાળાનાં શિક્ષકો દિપક પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલ, જીનલ પટેલ તથા ધવલ પટેલે બાળકોને ભગવાન શ્રીકૃષ્ણનાં જીવન-ચરિત્ર, તેમનાં ઉપદેશો અને ગીતાનાં સંદેશ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
