સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પ સાથે સોનગઢ કિલ્લાના ઉપર ટોચના ભાગની સફાઈ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન ના સંકલ્પ સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત, સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ સોનગઢના રાષ્ટ્રીય સેવા યોજના(NSS)ના 150 વિધાર્થીઓ અને સોનગઢ નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તા.09/09/2026 બુધવારે સોનગઢ કિલ્લાના ઉપર ટોચના ભાગની સફાઈ કરવામાં આવી.
મહાત્મા ગાંધી પોતે સ્વચ્છતાના પીઢ આગ્રહી હતાં. એટલેજ એમના જન્મ દિવસને યાદગાર બનાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 02 ઓક્ટોબર 2014 એ રાજઘાટ પરથી સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી હતી. સ્વચ્છતા રાખવીએ સૌની સહિયારી ફરજ છે. સ્વચ્છતા રાખવીએ દરેક વ્યક્તિની પોતાની નૈતિક જવાબદારી સમજવી જોઈએ. ભાવિ પેઢીમાં સિંચન કરવાનો સંસ્કાર હોવો જોઈએ. તંદુરસ્ત જીવન માટે આસપાસના પરિસરને સ્વચ્છ રાખવું ખુબજ જરૂરી છે. આરોગ્યમય જીવન જીવવા રોગચાળાથી દૂર રહેવા માટે સ્વછતા રાખવી એ પ્રાથમિક અને પ્રથમ પગથિયું છે. ગંદકી સફાઈ માટે સરકાર ઘણાં બધાં પ્રયાસો કરે છે પણ જ્યાં સુધી માનવ પોતે સ્વચ્છતાનો સ્વૈચ્છિક સ્વીકાર કરી સરકાર સાથે તાલમેલ ના કરે ત્યાં સુધી એના સકારાત્મક પરિણામો મેળવી શકાતાં નથી. ભારતભરમાં ઘણીબધી શૈક્ષણિક સંસ્થાઓ કે સમાજ સેવી સંસ્થાઓ આવા નાના પ્રયાસો થકી લોકોમાં જાગૃકતા લાવી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા, પર્યાવરણની રક્ષા માટે કાર્ય કરી રહી છે. ગંગા સમગ્ર દ્વારા સમાજમાં જાગૃતતા લાવવા જળ સંચય સાથે સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, સૌને સરળ શિક્ષણ, પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો, નિરામય સ્વાસ્થ્ય, પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાં જેવાં મુખ્ત્વેના ઉદ્દેશો સમાજમાં જાગૃતતા લાવવા પાર પાડવામાં આવી રહ્યા છે.
ગંગા સમગ્ર તાપી પ્રાંત, સોનગઢ સરકારી કોલેજના NSS વિભાગના વિધાર્થીઓ તેમજ સોનગઢ નગર પાલિકા ના અધિકારીઓ અને આરોગ્ય વિભાગે સોનગઢ કિલ્લાની ઐતિહાસિક પવિત્રતા નું મહત્વ સમજી સ્વચ્છતા કરવાનું આયોજન કર્યું હતું. વિધાર્થીઓને સોનગઢ નગર પાલિકા તરફથી હાથમાં પહેરવાના મોજા,કચરો એકત્રિત કરવા માટે ડસ્ટબિન ની બેગ આપવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમ બાદ વિધાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. સોનગઢ કોલેજના પ્રાધ્યાપકોએ વિધાર્થીઓમા નવી પ્રવૃતિ, ઐતિહાસિક ધરોહરની મુલાકાત અને એનું મહત્વ જાળવવા શિક્ષણ સાથે સ્વચ્છતાનો ખુબજ સુમેળભર્યો તાલમેલ બેસાડી આનંદનો અનુભવ કરાવ્યો હતો. સૌ વિઘાર્થીઓનો ઉત્સાહ ખુબજ વખાણવા જોગ રહ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
