સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૨. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા નવનિયુક્ત હોદ્દેદારોએ જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંઘનાં નવા હોદ્દેદારોને બ્રિજેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે હંમેશા સહકાર આપવાની ખાતરી આપી હતી. શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શિક્ષકોનાં હિત માટે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ નવનિયુક્ત હોદ્દેદારોએ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ, સિનિયર કાર્યવાહક પ્રમુખ ભૂપેશભાઈ ચૌધરી, આશિષભાઈ મેસુરીયા, કાર્યવાહક પ્રમુખ ઈમરાનખાન પઠાણ, નરેશભાઈ પટેલ, નાણાંમંત્રી ચેતન મેશિયા, ઉપપ્રમુખ રસિકભાઈ ચૌધરી, રાકેશભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગામીત, મુકેશભાઈ સાખિયા તથા મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીન ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત અરવિંદભાઈ ચૌધરી અને ધીરુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. એમ જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
