સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં મોડલ મેકિંગ સ્પર્ધામાં બાલાજી ગર્લ્સ સ્કુલનો તૃતિય ક્રમ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૬. મેલેરિયા, ડેન્ગ્યુ વિરોધી માસ ઉજવણી અંતર્ગત મચ્છરજન્ય રોગો, તેની ઉત્પત્તિ, તેને અટકાવવા માટેનાં ઉપાયો વગેરે બાબતોની સમજણ કેળવાય તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિષયક ‘મોડલ મેકિંગ સ્પર્ધા’નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાંથી વિજ્ઞાન શિક્ષિકા વૈશાલીબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ રોહિણી અહીરે (10A), અનન્યા ચપડીયા (10A) અને ખુશી સુરતી (10B) એ મોડેલ મેકિંગ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાનાં સુચારુ સંચાલનકર્તા આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલ તેમજ શાળાની વહીવટી સમિતિનાં અધ્યક્ષ સફળ સુકાની એડ.ભદ્રાબેન જોષી દ્વારા શિક્ષક તેમજ તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.ઞ
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
