સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું 50 મું ત્રિ-વાર્ષિક અધિવેશન યોજાયુ
સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે : બળદેવ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૩. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્તમાન પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ તમામ તાલુકા ઘટક સંઘનાં આગેવાનોએ યોગ્ય સંકલન સાધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આગોતરી બિનહરીફ બનાવી હતી. આ વચ્ચે આજરોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા બિનહરીફ વિજેતા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જે આ મુજબ છે. 1. પ્રમુખ: બળદેવ પટેલ (કુંદિયાણા પ્રા. શાળા, તા.ઓલપાડ) 2. મહામંત્રી: બિપિન પટેલ (વહેવલ પ્રા.શાળા, તા.અંબિકા) 3. સિનિયર કાર્યવાહક પ્રમુખ: ભૂપેશ ચૌધરી (ગોડધા પ્રા.શાળા, તા.માડવી) 4. સિનિયર કાર્યવાહક પ્રમુખ: આશિષ મૈસુરિયા (ખરવાસા પ્રા.શાળા, તા.બારડોલી) 5. કાર્યવાહક પ્રમુખ: ઈમરાનખાન પઠાણ (મોસાલી પ્રા.શાળા, તા.માંગરોલ) 6. કાર્યવાહક પ્રમુખ: નરેશ પટેલ (ઉમરદા પ્રા.શાળા, તા.ઉમરપાડા) 7. નાણાંમંત્રી: ચેતન મેસિયા (સામરોદ પ્રા. શાળા, તા.ચોર્યાસી) 8. ઉપપ્રમુખ: રસિક ચૌધરી (નરેણ પ્રા.શાળા, તા.અરેઠ) 9. ઉપપ્રમુખ: રાકેશ ચૌધરી (મહુડી પ્રા.શાળા, તા.મહુવા) 10. ઉપપ્રમુખ: અરવિંદ ગામીત (જતપોર પ્રા.શાળા, તા.પલસાણા) 11. ઉપપ્રમુખ: મુકેશ સેખિયા (નવાગામ પ્રા.શાળા, તા.કામરેજ) 12. મહિલા ઉપપ્રમુખ: રીના રોઝલીન (નનસાડ પ્રા.શાળા, તા.કામરેજ) 13. મહિલા ઉપપ્રમુખ: રંજન ચૌધરી (ગોડસંબા કુમાર પ્રા.શાળા, તા.માંડવી)
અધિવેશન સ્થળ એવાં ઓલપાડ નગરનાં ભટગામ રોડ સ્થિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લાનાં તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ તથા મહામંત્રીઓ તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકગણે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાનાં દર્શન કરાવ્યા હતાં. આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં બળદેવ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી. હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે. સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો કાબેલ પ્રહરી છે. તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. અંતમાં તેમણે પોતાનાં પર મૂકેલ વિશ્વાસ બદલ જિલ્લાનાં તમામ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અધિવેશનને સફળ બનાવવા પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ, સહાયક ચૂંટણી અધિકારી અશોક ચૌધરી તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકેની ભૂમિકા ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે બેખૂબીથી નિભાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
