તાપી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ સપ્તાહ” અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.10 :- તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં “વિકાસ સપ્તાહ” ઉજવણીના ભાગરૂપે થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના કુકરમુંડા, નિઝર સહિત અન્ય તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો અને ધાર્મિક સ્થાનો પર સાફ-સફાઈ કામગીરી કરાઈ હતી.
કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત હેઠળ આવતા ગોરસા ગામે શેરીઓ, મંદિરના પરિસરમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનમાં ગામના વડીલો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત નિઝર તાલુકાની કોઠલી પંચાયતમાં પણ દૈનિક ધોરણે હાથ ધરાયેલ ઝુંબેશમાં સામુહિક સ્વચ્છતાનો પ્રેરક સંદેશો ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
